કાસુન્દ્રા પરિવાર - ડાયમંડનગર

તેજસ્વી તારલા સન્માન - ૨૦૨૦

સહર્ષ જણાવવાનું કે તેજસ્વી તારલા સન્માન - ૨૦૨૦ અંતર્ગત ૨૦૨૦ માં છેલ્લી પરીક્ષા પૂર્ણ કરી હોય અથવા ડિગ્રી પૂર્ણ કરી હોય અને એજન્ડા પ્રમાણે સમાવેશ થતો હોય તેને જ તારીખ ૩૦-સપ્ટેમ્બર-૨૦૨૦ પહેલાં અરજી કરવી.
નિયમો :

  • ધોરણ ૧૦ અને ૧૨ માં ૮૦ ટકાથી વધુ હોય તેને જ અરજી કરવી , પી. આર. ગણવામાં આવશે નહિ.
  • કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ ૭૦ ટકાથી વધુ હોય તેને જ અરજી કરવી.
  • ડોક્ટરેટ ડિગ્રી , એન્જિનિયરિંગ ડિગ્રી , પી.એચ.ડી , એમ.ફિલ , એલ. એલ. બી અને તેને સમકક્ષ અન્ય ડિગ્રી મેળવેલ હોય તેને જ અરજી કરવી, તેમાં ગુણ કે ટકાવારી ગણવામાં આવતી નથી.
  • વિશિષ્ટ લાયકાત જેવી કે સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્ય કક્ષાએ કે કેન્દ્ર કક્ષાએ નંબર આવેલ હોય તેને જ અરજી કરવી, તેમજ કોઈપણ જગ્યાએ બહુમાન થયેલ હોય તેવા સમાજ સેવીની અરજી આવકાર્ય ગણાશે.
  • ધોરણ ૧ થી ૯ અને ૧૧ વાળાએ, ડિપ્લોમા, આઈ. ટી. આઈ , પી.ટી.સી , બી. એડ વગેરે તાલીમ વર્ગ વાળાએ અરજી કરવી નહિ.
  • ગત પરીક્ષાની માર્કશીટની એક ઝેરોક્ષ , પાસપોર્ટ સાઇઝ ફોટો એક, માર્કશીટ અને ફોટા પાછળ ઉમેદવારનું નામ , સરનામું અને મોબાઇલ નંબર ખાસ લખવા. તેમજ નિયત નમૂનામાં અરજી કરવી.
  • આખરી નિર્ણય મેનેજમેન્ટ નો રહેશે.

આ ફોર્મ પ્રીન્ટ કાઢી ને ભરવું અને નીચેના સરનામે મોકલવું

કાસુન્દ્રા પરિવાર
બહુચરાજી માતાજી મંદિર, ડાયમંડ નગર, આમરણ ,
તાલુકો: મોરબી, જિલ્લો: મોરબી
અરજી મોકલ્યા પછી ફોનથી અરજી મળી છે કે નહિ તે ચેક કરી લેવું.


યા દેવી સર્વભુતેસુ શક્તિ રૂપેણ​ સંસ્થિતામ ।
નમ​: તસ્યે નમ​:તસ્યે નમ​:તસ્યે નમો નમ​: ॥

આપણી પરિવાર પ્રત્યેની લાગણી, ભાવના, સંગઠન અને ઉન્નતિના સંસ્કાર સિંચન કરેલ છે.
પરિવારને સાચો રાહ ચીંઘી આપે જે કેડી કંડારેલ છે. તે ખરેખર અમારી સાચી મૂડી છે.
સ્વાભિમાન​, નિડરતા, દયાભાવ, ઉદારદિલ, નિખાલસતા, ધર્મનિષ્ઠા, રાજનીતીની જ્યોત​
આપણી પુણ્ય સ્મરણ થકી આજે પ્રજ​વલીત છે.
જે પરિવાર માટે સદાય અજ​વાળા પાથરશે.

ૐ શાંતિ શાંતિ શાંતિ...


સંપર્ક:

કાસુન્દ્રા પરિવાર, આમરણ - ୦૨૮૯૩ ૨૮૭૩૮૬
હરિભાઈ કાસુન્દ્રા, આમરણ - ૯૫੧૦૦ ੧૦૦૪૬
જમનભાઈ કાસુન્દ્રા, કેશોદ - ૯૪૨૭૫ ૬૯૩૫૦