ઇતિહાસ

પંજાબ પ્રાંતમાંથી અવાર નવાર સકહુણ ત્યા યવનોના હુમલા થતા હોય. શાંતિપ્રિય નીડર અને બહાદુર મહાવર પરિવાર ત્યા ઉમિયા માતાના અન્ય પરિવાર હિજરાતમાં વસવાટ કયોઁ અને પોતાની ઈષ્ટમાતા જન્મદશ્રી મા ઉમિયાના નામ ઉપરથી નગર વસાવ્યુ. જેનું નામ ઉમિયાનગર ઉમાનગર રાખ્યુ. જે અપભ્રંશ થતા ઉંઝા નામથી હાલમાં ઓળખાય છે. વિક્રમ સંવત ૨૦૨ માં ઉમિયાનગર વસીને મેહણદા પટેલ તળાવ બનાવ્યુ જે ગામથી ઓત્રાદી દીશાએ છેં. ઉમાનગર વસી ખેતી આબાદ કરી. ઉન્નતિના શિખરો સરકયાઁ. ત્યા ઠરીઠામ થઈ આથિઁક રીતે આબાદ થયા. જેની સાક્ષી કરેલા કામો ઉપારથી મડે છે. વિક્રમ સંવત ૨૧૨ માં પોતાના ઇષ્ટમાતાજી શ્રી ઉમિયામાતાનું મંદિર બનાવ્યું. વાવ કુવા તળાવ ગળાવ્યુ. સામાજીક કાયોઁ કયાઁ. વિક્રમ સંવત ૪૪૫ માં પદમાદા મણવરે કાશીનો સંધ કાઢયો. કુટુંબને કાશીની જાત્રા કરાવી. ગયા કાંઢે પિત્રૂશ્રાધ્ધ પિત્રૂઋણ મુક્ત થયા ત્યા કુટુંબી જનોને કાશી ગયાજી ગોકુલ મથુરા વનરાવન પ્રયાગરાજ વગેરેની જાત્રા કરાવી કુટુંબઋણ અદા કરી આત્માનું કલ્યાનણ કયૂઁ. ત્યારે ઘરે આવી ઉમાનગર ધુમાડાબંધ દીવસ સાત જમાડયુ. પાંચસો પાટણ વાડાની નાત જમાડી પરગણા જમાડી ત્યારે ઘી-મણ (૭૦૦) વાપયુઁ. ગોર નીલકંઠને ભુમીદાન કયુઁ. ગોરાણીને પંચ વસ્ત્રદાન કયાઁ. ઉમાનગર સ્થિર થઈ અનેક રીતે ઉન્નતિ કરી. આથિઁક પ્રગતિ કરી. જેના લેખા બારોતટજીના ચોપડામાં લખેલા કમો ઉપરથી આવી શકે છે. ઉમાનગરમાં રહી સામાજિક ઘામિઁક આથિઁક ક્ષેત્રે પ્રગતિ કરી. પેઢી પરિયા ઉમાનગર રહ્યા. ઉમાનગરમાં પાટિની વેચાણ કરતા વઢવાડ થઈ ત્યારે પટેલ લાખામણવરને ગોઠ કરી માદેવમાં મારા વાસે અમરબા સતી થયા. સતીની ડેરી ગામથી ઓત્રાદી કરવી. ગામ કલોલ વસ્યા ત્યા ભાઈ ગંગારામદા માળવામાં પાલી વસ્યા ત્રીજાભાઈ નથુદા સુરત પરગણે પલવર વસ્યા પટેલ ગણેશદાએ કલોલ વસી દેસાઈગુરૂ કરૂતાથી મણવરમાંથી દેસાઈ કેવાણા. કલોલમાં પેઢી ચાર રહ્યા. ગામ ૮૪ ની પટલાઈ કરતા વિક્રમ સંવત ૧૧૪૭ માં સીપાઈ જેસરખાએ પાટના ઘણી સઘરા જેસંગ પાસે ચાડી ખાઘી. પટેલ મલકનો માલ ખાય છે. વેરો ઉઘર​વી ખાય છે. તારે રાખાએ કબજો કરો મામલો ઘીંગાણું થયું ત્યારે સીપાઈ સાતને મારીને કલોલથી નીકળા કુલ પુરોહિત ગુરૂ ક્શ્યપમુનીનો જુનો ગોઢ હતો. ત્યાં વસ​વાટ કયોઁ. ગામનું નામ ક્શ્યપ મુનીના ઉપરથી "કાસુન્દ્રા" રાખ્યું તેથી દેસાઈ માંથી કાસુન્દ્રા કહેવાણા. હાલ પણ ઇતિહાસની સાક્ષી પુરતું કાસુન્દ્રા ગામ અમદાવાદ ધોળકા પાસે વિદયમાન છેં.

વિક્રમ સંવત ૧૩૧૦માં કાસુન્દ્રામાં ઘરથાળ કર​વા ઉગમણી ડેલીએ ઓત્તરાદા બારના ઓરડા ત્રણ કરાવ્યા. ગામ ચારની પટલાઇ કરતા ગામ કાસુન્દ્રા મઘ્યે સ્થિર થઇ આબાદ થયા. સં ૧૪૦૫ માં ૫ રાજાદાએ કાવડો ભરી દ્વારકાઘીશને ચડાવ્યું બાવનગજની ઘજા ચડાવી. સાચા વાઘા પહેરાવ્યા. દ્વારકામાં ગુગળી બ્રાહ્મણની નાત જમાડી ઘરે આવી ગામ કાસુન્દ્રા ઘુમાડાબંઘ જમાડ્યું પરગણા જમાડી ઘી-મણ ૫૦૦ વાપરયુઁ. ત્યારે લીલ પરણાવા ત્યા કુવો કરાવ્યો તથા વાવ પગ ૪૭ ની કરાવી ગામથી આથમણી કરાવી. ગામ કાસુન્દ્રામાં અવાડા કરાવ્યા. અવાડામાં ખાંડ નાખી ગાયો પીવરાવી. સં ૧૪૦૫ માં ચૈતર સુદ-૧૧ ને કુળની કિતિઁ વઘારી જગતમાં જસ લીઘો. કાસુન્દ્રામાં પેઢી સ્વત રહ્યા અને કાસુન્દ્રાથી ગામ બમણકા વસ​વાટ કયોઁ. ગામ બમણ​વાડે પેઢી ચાર રહ્યા. ત્યાંથી ઝાલાવાળમાં ગામ માળોદ વસીયા સં૧૫૦૪ માં ગામ માળોદ વસ્યા. પણ ઝાલાવડની સુકી ઘરતી કાસુન્દ્રા પરિવારને અનુકુળ આવી નહિ. તારે હાલાર પરગણે અચલક વસા (બાદનપર) માં વસ્યા. અચલકથી સ્૧૫૧૯માં ગામ ખારવા વસ્યુ તારે ભરવાડ મુઘવો વાલો સાથે હતો. છપીયો રબરાણો સાથે હતો. ઢેઢ રાઘણપર ચાવડા થાવર ડાયો દુઘે સાથે વસનાણી પટેલ વસત સાથે હતા. જાડેજા પચાણજી ઘ્રોલ ગામ જુનો ગોઢ વાસો પટેલ સામળના દીકરાને પાઘડી બંઘાવી પસાયજીનું કરી આપુ. સાંતી ચાર પલત કરી આપા ગામ ખારવા ગામ ખારવાથી કાસુન્દ્રા પરિવાર જુદો પડો તે આમરણ​, બેલા, અલીયા, રવાપર, જોડિયા, તરસીંગડા, આંબળાશ વગેરે ગામોમાં હાલ કાસુન્દ્રા પરિવાર વસે છે.

કુળદેવી ત્રિપુરાસુંદરી ભ​વાની બહુચરાજી વીર બારસંગજીવીર નીવેદ નોરતાની આસો સુદ-આઠમ કરવા લાપસી પાલી સ​વાની કુળદેવીની કરવી ત્થા નારસંગજીવીરના વડા મગના પાલીસ​વાના કર​વા એક શ્રીફળ વઘેરવું. દીકરો પરણે ત્યારે નિવેદ કર​વા ત્થા પાંચ નાળીયેરનું તોરણ જમણી ત્થા એક શ્રીફળ રમતુ મુક​વુ. એક વઘેર​વું ત્થા રાંદલના લોટા રાંદલ તેડ​વા.

કાસુન્દ્રા પરિવારની બહાદુરી નીડરતા અને સહાદતની કથની કહેતા સાક્ષી કાસુન્દ્રા પરિવારના વીર પુરૂષોના પાળીયા હાલ પણ ખાર​વા ગામના જાપે ઉભા છે. તેમાશ્રી પરબતબાપા ત્થા હરદાસ બાપા ત્થા લખમણબાપા ત્થા કરમણબાપા, ભાણજીબાપાની ખાંભી છેં તેના નિવેદ કાળી ચૌદસના ચોખા સ​વા પાલી કર​વા , શ્રીફળ વઘેરવું. સીંદુર ચડાવ​વું.

સંવત ૧૭૫૬ માં ગંગદાસ ત્થા ભાઈ કરમણના વહુ પાણી ભરવા ગયા હતા. તેદી કુવો ગામથી ઓત્તરમાં વસનાણીનો કરાવેલો હતો. તેદી કુવે પાણી ભરતા ઉતાવળ કરવા માંડતા તેદી વસનાણીની વહુએ મેણુ દીઘુ કે બાઈ આટલી ઉતાવળ કરો છે. તો તમારા સસરો કરમી હશે તો બીજો કુવો જોડમા કરીને પછે ઉતાવડા પાણી ભરીને જાવ. આ તો અમારો કુવો છે. તેદી મેણુ સાંભળ્યુ ઘેર આવી વાત કરી તેદી કાસુન્દ્રા પટેલ ભાણજીના દીકરા ગંગદાસ કરમણ પટેલ ભાણાના બાપ દીકરે વાવ કરાવી ગામથી ઓત્રાદી દિશાએ વસનાણીની ફુઈ પાસે સં. ૧૭૫૬ વૈશાખ સુદ -૧૩ ને દિવસે ગામ ખારવા માં કરાવી. જે હાલપણ ખારવા ગામના ઝાંપા સામે સાક્ષી પૂરે છે.

બારોટજીના ચોપડેથી…
સ્વ. બારોટ મણીલાલ ગોપાલલાલ​
ભાર​વાડો હિંગળાજ મંદિર પાસે,
મુ. સિધ્ધપુર​, જિ.પાટણ​.